આજે મારી ભારત માતા રડે છે ……

Standard

वन्दे मातरम्
सुजलां सुफलां मलयजशीतलाम्सस्य श्यामलां मातरंम् .
शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम्फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम् .
सुखदां वरदां मातरम् ॥

new bharatભારતમાતા સાથે નું ભાવનાત્મક લાગણીનું જોડાણ થી આ વાત એક ભારતીય તરીકે લખી રહ્યો છું

સહિષ્ણુતા-અસહિષ્ણુતા ને બાજુ પર રાખો-જ્ઞાતિ વાદના વાડા- રાજકારણ-ધર્મ આ બધી વાતો માં વિવાદ જે હોય તે પણ અંતે તો મારી માતા રડે છે.

રાજકીય-ધર્મ-જ્ઞાતિ-કોર્પોરેટ નાં રોટલા શેકતા લોકો કાન ખોલી ને સાંભળી લો સદીઓ થી વિશ્વ માં ભારત દેશ પર બહારના અને અંદરના તમારા જેવા હઝારો ડોફાઓ આવી ગયા અને જતા રહ્યા. ભારત ને સહિષ્ણુતા-અસહિષ્ણુતા શીખવાડવાની જરૂર નથી. તમારો વ્યક્તિગત કે રાજકીય જે પણ સ્વાર્થ નો રોટલો શેકો છો એ ભારત કે ભારતની ગરિમા અને સંસ્કૃતિ ના ભોગે સહન નહિ થાય પછી તે કોઈપણ ધર્મ-જ્ઞાતિ કે સંપ્રદાય નો વ્યક્તિ હોય કે ગમે તેવો નેતા કે અભિનેતા કેમ નાં હોય.

રાજવી પ્રીથ્વીરાજ ચૌહાણે જે માફી આપી ને ભૂલ દોહરાવી હતી હવે ટેકનોલોજી અને પરિવર્તન ના યુગ માં ભારતીયો એવી ભૂલ રીપીટ કરવા નથી માંગતા.

મારા મુસ્લિમ ભાઈઓ માટે એક સંદેશ:

મારા જીવનની એક સત્ય ઘટનાની વાત કરું. ૧૯૮૨ ની વાત છે મારી ઉમર ૬ વર્ષની હતી અમે બધા ગ્રુપમાં વાલોર(તા.તળાજા) જવાનું થયું. લગભગ ૧૫ જેટલા બાળકો અને પાચ મહિલાઓ કોઈ બીજું જોડે નહિ. ભાવનગર થી બસ માં નીકળ્યા ડાઠા પોહ્ચતા રાતના નવ વાગી ગયા હતા શિયાળાના દિવસો હતા. અને ત્યાં થી વાલોર જવાનું મામા ના ઘરે બધાએ ,એ વખતે વાહન વ્યવહાર પણ આટલો નાં હતો, કે નાં તો હોટલનો જમાનો , રાત્રે કરવું શું ? બસ સ્ટેન્ડ ની સામે એક દળવાની ઘંટી ચલાવતા ચાચા ની નઝર અમારા ઉપર પડી અમારા ચેહરા પર થી ચિંતા સમજી ગયા અને આવી ને અમારી જોડે વાત શરુ કરી અમે અમારી મુશ્કેલી જણાવી કે હવે અમે વાલોર કેવી રીતે પોહાચશું ?
એ ચાચા ઈ કીધું ચિંતા ના કરો હું ઘોડાગાડીઓ ની વ્યવસ્થા કરાવું છું, ત્યાં સુધી આપ બધા મારા મેહમાન અને મારા ઘરે ચાલો, એમના ઘરે એમને અગાવથી જાણ કરી દીધી કે ૨૦ જેટલા મેહમાન આવે છે, એમના ઘરે ગયા ફ્રેશ થયા થોડીવાર માં તેમના પરિવાર ના સભ્યો એ જેહમત ઉઠાવી અમારા માટે વાળું-ભોજન નો પ્રબંધ કરી નાખ્યો અને ફરજીયાત બધા ને જમાડી ને ઘોડાગાડીઓ માં વાલોર જવાની વ્યવસ્થા કરી આપી. આ ચાચા બીજું કોઈ નહિ પણ રમઝાન ચાચા એક મુસલમાન.

આ સમય હતો ભારત નો અને આજે ?

ભારત નાં આજના હાલાત પર સોસીયલ મીડિયા પર મારા કેટલાક મુસ્લિમ ભાઈઓ ને હજુ થોડું વધારે કેહવા માંગું છું

વિશ્વ માં સૌથી સલામત મુસ્લિમ ભારત માં છે. વિશ્વમાં ધર્મનાં નામે જેટલા જેહાદ અને જાન-હાની થાય છે તેમાં મુસ્લિમો જ સામેલ હોય છે છતાં ભારત એને મુસ્લિમ તરીકે નહિ પણ એક આતંકવાદી તરીકે જુવે છે અને “આતંકવાદ નો કોઈ ધર્મ નથી હોતો” આવા સુત્રો ભારત જ આપે છે. (ભારત માં વસતા હિંદુઓ કે મુસ્લિમો એ ક્યારેય લાહોર માં જઈને આત્મઘાતી બોમ્બ બની ને નિર્દોષ ની જાન નથી લીધી)

આમીર ખાન હોય કે રેહમાન હોય કે જૈસે-મોહમંદ કે લશ્કર-એ-તૈયબા હોય ભારત માટે ઘસાતું બોલશે તો માફ નહિ કરવામાં આવે સમય આવે ગોળીએ દેતા કોઈ ભારતીય નહિ ખચકાય. આ આખા પ્રકરણ માં હિન્દુસ્તાન માં રેહતા મુસ્લિમ ભાઈઓ એ આમીરખાન ની બંધ બેસતી પાઘડી પેરવાની જરૂર નથી. તમે ભારત નાં જ સંતાન છો અને સદા દરેક ભારતીય નાં દિલ માં છો શાંતિ થી મોઝ કરો .

ખોટી લોજીકલ દલીલો માં પડી પૂરી કોમ ને બદનામ ના કરો કે પૂરી કોમ ને આમીર જોડે ઘસેટવા ની કે પાઘડી પેરવાની કે પેરાવાની કોશિશ નાં કરો.
મારાં અને મારા જેવા અનેક ભારતીયોના જીવનનાં રોલ મોડલ એક મુસ્લિમ છે ડો. કલામ સાહેબ આ છે ભારતીયતા.

ભારત એ હમેશા દરેક ને સાથ રૂપી આંગળી આપી છે પણ વર્ષો થી લોકો પોચો પકડી તેનો ગેર-ફાયદો ઉઠાવે છે પણ એ ભૂલે છે કે જે આંગળી આપી શકે એ ગરદન પણ મરોડી શકે
ભારતીયતા ની લાગણી માં ભારત માતા નાં ગળા ડૂબ પ્રેમ માં રહેલ દરેક ભારતીય ને મારા વંદન સાથે અરઝ કે ચાલો સાથે મળી ને ભારત માતા નાં આંસુ લુછીયે અને એક દીકરા-દીકરી તરીકે સાચા ભારતીય નું ઋણ અદા કરીએ

રાજેન્દ્રસિંહ ઝાલા
મોટીવેશનલ ટ્રેનર
અમદાવાદ
વન્દેમાતરમ

http://www.perfectlifescience.com

Advertisements

જીવનમાં ધીરજ,હિમ્મત અને અડગ વિશ્વાસ રાખવાથી કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ થઇ શકે છે.નિષ્ફળતાના પાયા ઉપર સફળતાની ઈમારત રચી શકાય છે.>>>>>>>>>

Standard

74

આ જગતમાં એવો મનુષ્ય ભાગ્યે જ મળશે કે જેણે પોતાના જીવન દરમ્યાન એક યા બીજા પ્રકારની નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો ન હોય.નિષ્ફળતા કે સફળતા,આશા કે નિરાશા અને સુખ કે દુખ જેવાં વિરોધાભાષી દ્વંદ્વોથી મનુષ્ય જીવનની ઈમારતનું ઘડતર અને ચણતર થતું હોય છે.

આજથી ૨૦૩ વર્ષ પહેલાં ૧૨મી ફેબ્રુઆરી,૧૮૦૯ના રોજ લાકડાની કેબીન જેવા ગરીબ ઘરમાં જન્મેલ અમેરિકાના લોકપ્રિય ૧૬મા પ્રેસીડન્ટ અબ્રાહમ લિંકનના જીવનમાં એમને જેવી અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો અને હાર ખમવી પડી હતી એવી ઘણા ઓછા માણસોને વેઠવી પડી હશે.વિકટ પરિસ્થિતિઓમાં નાસીપાસ થવાને બદલે સતત પ્રયત્નો ચાલુ રાખીને અબ્રાહમ લિંકન અમેરિકાના ઇતિહાસમાં ગુલામોના મુક્તિદાતા અને દેશને ખંડિત થતો બચાવનાર એક સફળ પ્રેસિડન્ટ તરીકે પોતાનું નામ અમર કરી ગયા છે.

અબ્રાહમ લિંકનના જીવનનો આશા–નિરાશા,નિષ્ફળતા-સફળતા અને અનેક પડકારોને ઉજાગર કરતો નીચેનો ઘટનાક્રમ ઘણો રસપ્રદ અને પ્રેરક છે.

અબ્રાહમ લિંકનના જીવનના ઘડતરમાં સિંહ ફાળો આપનાર એમની માતા નેન્સી ૧૮૧૮માં તેઓ જ્યારે માત્ર ૧૦ વર્ષની ઉમરના હતા ત્યારે મરકીના રોગમાં સપડાઈને મૃત્યું પામ્યાં હતાં.એમના જીવનનો આ પ્રથમ મોટો આઘાત હતો.અવારનવાર એમનો વસવાટ બદલ્યા કરતા એમના પિતા ટોમસે સાત વર્ષની ઉમરે જ અબ્રાહમના હાથમાં કુહાડી પકડાવી દીધી હતી.એમની બાવીસ વર્ષની ઉમર સુધી કુટુંબના નિર્વાહ માટે લાકડા ચીરવાની સખ્ત મજુરી પિતાની સાથે રહીને એમણે કરી હતી.૧૮૩૧માં એમની બાવીસ વર્ષની ઉમરે નાનો ધંધો શરુ કર્યો પરંતુ ન ચાલતાં બંધ કરવો પડ્યો.૧૮૩૨માં તેઓ લેજીસ્લેચર પ્રતિનિધિ માટેની ચુંટણી લડ્યા પણ એમાં હાર મળી.આ જ વર્ષે એમણે નોકરી ગુમાવી.લોં સ્કુલમાં એમને અભ્યાસ કરવા જવું હતું પણ પૈસાના અભાવે જઈ ન શક્યા.૧૮૩૩માં મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને ફરી ધંધામાં ઝંપલાવ્યું પરંતુ દેવાળું કાઢ્યું.આ દેવું ચુકતે કરવા માટે એમને ૧૭ વર્ષ સુધી રાહ જોવી પડી!૧૮૩૪માં સ્ટેટ લેજીસ્લેચરની ચૂંટણી લડ્યા અને એમાં જીત મળી. ૧૮૩૫માં એમની પ્રેમિકા સાથે લગ્ન સંબંધ નક્કી કર્યો પરંતુ પ્રેમિકાના અચાનક અવસાનથી એમનું હૃદય ભાંગી પડ્યું .એ પછીના વર્ષે મગજની સમતુલા ગુમાવતાં તેઓ ડીપ્રેશનનો ભોગ બનીને ૬ મહિના પથારીવશ રહ્યા. માંદગીમાંથી ઉભા થઈને ૧૮૩૮માં સ્ટેટ લેજીસ્લેચરની ચૂંટણીમાં ઝંપલાવ્યું પરંતુ એમાં નિષ્ફળતા મળી.

પાંચ વર્ષ પછી ૧૮૪૩માં કોંગ્રેસની ચૂંટણી લડ્યા અને આ વખતે એમને સફળતા પ્રાપ્ત થઇ.એમણે વોશિંગટન જઈને સારી કામગીરી બતાવી હતી.પરંતુ બે વર્ષ પછી ૧૮૪૮માં કોંગ્રેસ માટેની જે ફરી ચૂંટણી આવી એમાં એમના ગુલામી પ્રથા નાબુદીના સમર્થનના મુદ્દા સામે લોક વિરોધને લઈને એમની હાર થઇ.કમાણી માટે ૧૮૪૯માં લેન્ડ ઓફિસરની નોકરી માટે અરજી કરી પરંતુ એ નામંજુર થઇ.૧૮૫૬માં અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ માટે ઉમેદવારી કરી પરંતુ પક્ષના નેશનલ કન્વેન્શનમાં જરૂર કરતાં ઓછા મત મળતાં એમાં પણ નિષ્ફળતા મળી.આમ ઉપરાઉપરી હાર ખમવા છતાં તેઓ નાહિંમત ન થયા.છેવટે ૧૮૬૦માં ખુબ તૈયારી સાથે અમેરિકાના પ્રેસિડન્ટ માટેની ચૂંટણી લડ્યા અને સફળતાપૂર્વક ૫૨ વર્ષની ઉમરે અમેરિકાના ૧૬મા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા.

આમ રીતે અનેક મુશીબતોનો સામનો કરી અબ્રાહમ લિંકન વાઈટ હાઉસ સુધીની મંઝિલ સુધી પહોંચવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શક્યા હતા.વોશિંગટનમાં રાજ વહીવટ સંભાળ્યો એ પછી પણ મુશ્કેલીઓ એમનો પીછો કરતી જ રહી.દેશમાં દક્ષીણનાં છ સંસ્થાનો સંયુક્ત રાજ્યમાંથી છૂટાં પડ્યાં અને ગુલામીના મુદ્દા પર આંતર વિગ્રહનો દાવાનળ ૧૮૬૧ થી ૧૮૬૫ દરમ્યાન દેશમાં ફેલાઈ ગયો

આ આંતર વિગ્રહમાં અબ્રાહમ લીન્કને ઊંડીકાર્ય દક્ષતા અને ઉચ્ચ પ્રકારની નેતાગીરીની પ્રતીતિ સૌને કરાવી. આ આકરી કસોટીમાંથી હેમખેમ પાર ઉતરી આપણા સરદાર વલ્લભભાઈ પટેલની માફક દેશને ટુકડાઓમાં વેર વિખેર થતો બચાવીને અખંડિત રાખ્યો.આ એમના જીવનની આ મહાન સિદ્ધિ બની રહી.

આંતર વિગ્રહનો જ્યારે ૧૮૬૫માં અંત આવ્યો ત્યારે કઈક રાહત અનુભવતાં લિંકને એમની પત્ની મેરી ટોડને કહ્યું હતું.”પાટનગર વોશિંગટનમાં આવ્યા ત્યારથી આપણા દિવસો બહું કપરા ગયા છે.પણ હવે યુદ્ધ પુરું થયું છે.ઈશ્વરની ઇચ્છાથી હવે બાકીનાં વર્ષો સુખ-શાંતિથી ગાળવાની આપણે આશા રાખીએ .”

કમનશીબે લિંકનનું આ સ્વપ્ન પુરું ન થયું. ૧૪મી એપ્રિલ ,૧૮૬૫ની રાતે વોશિંગટનમાં ફોર્ડ થીયેટરમાં બેસીને તેઓ નાટક જોતા હતા ત્યારે રાતે દસ વાગે દક્ષીણ રાજ્યના એક બુથ નામના એકટરે લિંકનના માથામાં ગોળી મારી અને બીજે દિવસે તેઓ મૃત્યું પામેલા જાહેર થયા.દેશ માટે રાત દિવસ કામ કરનાર દેશ ભક્ત લીન્કને શહીદી વહોરીને આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની જેમ વિશ્વમાં એમનું નામ અમર કરી ગયા.

અબ્રાહમ લિંકનની લોગ કેબિનથી વાઈટ હાઉસ સુધીની ભાતીગર જીવનયાત્રા દરમ્યાન ચડતી અને પડતીના ઉપર જણાવેલ ઘટનાક્રમ ઉપરથી બોધ એ લેવાનો કે જીવનમાં ગમે તેટલી હાર કે પડકારની પરિસ્થિતિ સર્જાય એવા પ્રસંગોએ હિમ્મત હારવી ન જોઈએ.જીવનની દરેક હાર કે પડકારમાં આગળ વધવાની તકો છુપાએલી હોય છે.જીવનમાં નિષ્ફળતાનો અનુભવ થતાં નિરાશાનો ભોગ બની ઘણા માણસો હિમ્મત હારી જાય છે અને આગળ પ્રયત્ન કરવાનું છોડી દે છે.જેવી રીતે યુધ્ધમાં મેદાન છોડી ભાગી જનાર સૈનિક યુદ્ધ જીતી શકતો નથી એવી જ રીતે જીવનના યુધ્ધમાં હિમ્મત હારીને મેદાન છોડી જનાર વ્યક્તિ પોતાના જીવનમાં કદી જોઈએ એવી પ્રગતી કરી શકતી નથી.

અબ્રાહમ લીન્કને પોતાની અનોખી જીવનકથાથી એ સાબિત કરી બતાવ્યું છે કે જીવનમાં ધીરજ,હિમ્મત અને અડગ વિશ્વાસ રાખવાથી કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ થઇ શકે છે.નિષ્ફળતાના પાયા ઉપર સફળતાની ઈમારત રચી શકાય છે

નિષ્ફળતા જીરવતાં શીખવાનું’ શિક્ષણ આપણે શીખીએ છીએ ખરા કે આપડા બાળકો ને શીખવીએ છીયે ખરા ????

Standard

Image

પુસ્તકોના ઢગલા નીચે દટાઈ મરે એટલું અને એવું શિક્ષણ આપણે આપણાં બાળકોને આપીએ છીએ અને એ શિક્ષણ મેળવીને જીવનમાં એ સફળતા મેળવે એવી ઈચ્છાથી રાત-દિવસ આપણે એમના ઉપર ચોકીપહેરો પણ રાખીએ છીએ. પણ પાયાની બાબતનું, સૌથી વધારે મહત્વનું શિક્ષણ ‘નિષ્ફળતા જીરવતાં શીખવાનું’ શિક્ષણ આપણે આપણાં બાળકોને આપીએ છીએ ખરાં ? ના, નથી આપતાં. પરિણામે દરેક પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પહેલાં અને પછી આપઘાતની સંખ્યા વધી જાય છે.

ચકલાંઓ માળો બાંધે છે. એ માળો તમે ફેંકી દો તો ફરી બાંધે છે. ફરી ફેંકી દો તો વળી ફરી બાંધે છે. જેટલી વાર માળો વીંખાઈ જાય એટલી વાર એ બાંધવાનો ફરીફરીને પ્રયત્ન કર્યા જ કરે છે. કરોળિયો જાળું ગૂંથે છે, પડી જાય છે, ફરી જાળું ગૂંથે છે. એની એ ક્રિયા એના જીવન સાથે વણાઈ ગયેલી હોય છે. સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલું જાળું પણ જો સાફ થઈ જાય તોપણ કરોળિયો ક્યારેય હતાશાથી ગાંડો થઈ જતો નથી. પક્ષીનો માળો અનેક વખત વીંખાઈ જાય, ઊધઈનો રાફડો ધોવાઈ જાય, મધમાખીનો મધપૂડો લૂંટાઈ જાય તોપણ ક્યારેય કોઈ પક્ષી કે મધમાખી નર્વસ-બ્રેકડાઉનનો ભોગ બનતાં નથી.

પ્રાણીઓ, પક્ષીઓ, સાવ નાનાં જીવજંતુઓ પણ આ રીતે જીવે છે. એકમાત્ર માણસ પોતાનાં જુદાં ત્રાજવાં અને કાટલાં રાખીને જિંદગીનો તોલ કરે છે. અને પોતાનાં બાળકોને પણ બચપણથી જ જીવનના કુદરતી નિયમોની વિરુદ્ધનું શિક્ષણ આપે છે. કોઈ પણ કામ કરવાનું એને શીખવે છે ત્યારે એ કામ અમુક રીતે જ એણે કરવું જોઈએ અને એ રીતે કરે તો જ એને સફળતા મળી ગણાય એવો આગ્રહ પણ રાખવામાં આવે છે. આવા ઊલટા શિક્ષણને કારણે જીવનની દરેક નાનીમોટી બાબતોને બાળક પોતાની જાત સાથે સાંકળી લે છે અને જીવનભર એને વળગી રહે છે. પરીક્ષામાં નાપાસ થયા : ખલાસ, બીજો કોઈ રસ્તો હવે રહ્યો નથી ! પ્રેમમાં નિષ્ફળતા મળી : હવે જીવવું નકામું છે. નોકરી નથી : હવે કઈ રીતે જીવાશે ? ધંધામાં ખોટ ગઈ : જિંદગી આખી હારી ગયા ! કુટુંબના કોઈ સભ્યે ખોટું કામ કર્યું : સમાજમાં હવે જીવવું કઈ રીતે ? આવું વિચારનાર માણસ એની જિંદગીને માત્ર એક જ તાંતણા ઉપર લટકાવી દેતો હોય છે અને ક્યારેક મનનું સમતોલપણું ગુમાવી દઈને આપઘાત કરવા સુધી પહોંચી જતો હોય છે.

બુદ્ધિશાળી ગણાતો માણસ જ માત્ર એ રીતે વિચારે છે કે આટલા પ્રયત્ને પણ હું પરીક્ષા પાસ ન કરી શક્યો, હવે મારી જિંદગીનો કોઈ અર્થ નથી. કારણ કે પરીક્ષાને જ એ પોતાની જિંદગી માની લે છે. ધંધામાં નિષ્ફળ જનાર વ્યક્તિ ધંધાને જ પોતાનું આખું જીવન માની લે છે. નોકરી માટે દોડાદોડી કરનાર નોકરીને જ પોતાની જિંદગી માની લે છે. પરીક્ષા આપનાર વ્યક્તિ પરીક્ષાથી અલગ કે નોકરી શોધનાર અને કરનાર વ્યક્તિ નોકરીથી પર એવું કોઈક અસ્તિત્વ ધરાવે છે, એ વાત એ સદંતર ભૂલી જાય છે. અમુક પરીક્ષામાં હું નિષ્ફળ ગયો માટે હું પોતે નિષ્ફળ છું; અમુક ધંધો કરતાં મને આવડ્યું નહીં માટે હું નકામો છું; સાહેબને કે પોતાની પત્નીને (કે પતિને) કે અમુક વ્યક્તિને હું ખુશ ન કરી શક્યો માટે હું આવડત વિનાનો, નિર્માલ્ય છું એમ વિચારે છે. એને ખ્યાલ નથી રહેતો કે જિંદગી એટલી વિશાળ અને અર્થસભર છે કે એકાદ વ્યક્તિ કે એકાદ ધંધાનું એમાં કોઈ મહત્વ નથી.

આ કોઈ નવી વાત નથી. આખીયે જીવસૃષ્ટિ આ રીતે જ વર્તે છે અને જીવસૃષ્ટિના એક ભાગ તરીકે આપણે એનાથી જુદા હોઈ શકતા નથી, માટે જુદી રીતે આપણે વર્તવું ન જોઈએ. સિંહ, વાઘ કે એવા જ કોઈ પશુ પાસેથી શિકાર છટકી જાય ત્યારે એવું કોઈ પણ પશુ ગુફામાં બેસીને આંસુ સારતું ક્યારેય કોઈએ જોયું નથી. શિકાર છટકી ગયા પછી થોડી વારમાં ફરી તૈયાર થઈને એ બીજા શિકાર માટે પ્રયત્ન કરવા નીકળી પડશે. જીવમાત્રનો આ સ્વભાવ છે. અને એમાં જ નિષ્ફળતાને પરાસ્ત કરવાનું રહસ્ય છે. નિષ્ફળતાને પરાસ્ત કરતાં શીખો, નિષ્ફળતાને કારણે પરાસ્ત ન થાઓ. બધી જ શૂરવીરતામાં સૌથી શ્રેષ્ઠ શૂરવીરતા આ જ છે.

રાજેન્દ્રસિંહ ઝાલા

Master Hypnotist &

Motivational Speaker

Ahmedabad

ધ્યાન – લાખ દુઃખો ની એક દવા

Standard

Image

 

વ્હાલા મિત્રો 

જય શ્રી કૃષ્ણ 

આજની ૨૧ મી સદી ની ભાગ દોડ માં આપડે અનેક રીતે થાકી જઈએ છીએ અને અનેક સમસ્યા ઓ માં ઘેરાઈ જઈએ છીએ.

આવા સમય માં શાંતિ માટે ના અનેક ઉપાયો નુસખા કરીએ છીએ આવા સમયે એક રામબાણ ઈલાજ છેધ્યાન ….

આજે ધ્યાન  ની એક રીત વિષે જાણકારી રજુ કરું છું 

 

ધ્યાન માટે પહેલું કામ છે સ્થિતિ. તમે કોઈપણ રીતે બેસી શકો છો. 

બેસવાનું  આરામદાયક અને હલન- ચલન વગર નું  હોવું જોઈએ . 

આપણે  જમીન પર કે ખુરશી ઉપર બેસીને ધ્યાન કરી શકીએ છીએ. 

ધ્યાન આપણે કોઈપણ જગ્યાએ કરી શકીએ છીએ. 

જયાં સુખદાયી હોઇએ. 

તમારા બંને હાથને એકબીજા સાથે જોડી લો. 

આંખો બંધ કરી દો.

 

અંદર અને  બહારના આવાજોને રૉકી દૉ. 

કૉઈપણ મંત્ર  ઓનું ઉચ્ચારણ કરવાની જરૂર નથી. 

આખા શરીરને ઢીલું છોડી દૉ… ઢીલું… બિલકુલ ઢીલું. 

 

જયારે આપણે સુખાસમે વાળીએ છીએ.આને હાથનીઅંગળીઓને એક્બીજમાં પરૉવીએ છીએ ત્યારે શક્તિનું પ્રમાણ વધી જાય છે અને સ્થિરતા વધી જાય છે. 

આંખો મગજના દરવાજા છે. માટે આંખો બંદા હૉય તૉ વધારે સારું. 

 

મંત્ર ઉચ્ચારણ, કે કૉયીપણ અંદરનૉ કે બાહાર્નૉ આવાજ એ મનની ક્રિયાઓ છે. એટલે  તેને બંધ રાખૉ. 

જયારે શરીર ઢીલું છૉડી દય્યે છીએ ચેતના બીજ સ્તર ઉપર પહૉંચી જાય  છે. 

 

મન અને બુદ્ધિ. મન વિચારનૉ સમુહ છે. 

ઘણાં બધાં વિચાર આપણા મનમાં આવતા રહે છે. જયારે વિચાર આવ છે ત્યારે જાણતાં કે અજાણતાં પ્રશ્નો પણ ઉદ્દ્ ભવતા હૉય છે. 

મન અને બુદ્ધિને શાંત કરવા માટે આપણે શ્વાસ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. 

પૉતાની જાત ઉપર ધ્યાન રાખવાની. શ્વાસ અપણી પ્રક્રુતિ છે. 

તમારા શ્વાસ ઉપર ધ્યાન રાખો. 

જાણી જોઇને શ્વાસ ના લો.  અને  ના છૉડો. શ્વાસ લેવો અને છોડવો એ કુદરતી હોવો જેઇએ. 

 

કુદરતી શ્વાસ ઉપર ધ્યાન રાખો. આ એક સારામાં સારી રીત છે. 

વિચારોની પાછળ ના પડો. વિચારો અને સવાલો સાથે જોટાઇ ના જાવ. વિચારોને દૂર કરી દો. 

શ્વાસ ઉપર ફરીથી ધ્યાન આપો. કુદરતી શ્વાસની આવન જાવન ઉપર ધ્યાન આપો. શ્વાસમાં ખોવાઇ જાવ. 

 

ધીરે ધીરે શ્વાસની ઊંડાઇ ઓછી થતી  જશે. ધીરે ધીરે શ્વાસ હલકા અને નાના થતા જશે. 

અને બંને આંખની વચ્ચે કપાળ ઉપર ચમકનું રૂપ લેશે. 

 

આ પરિસ્થિતિ મા દરેક વ્યક્તિમાં શ્વાસ નહીં રહે, વિચાર નહી રહે. અને તેઓ વિચારૉથી ઉપર ઉઠી  જશે. 

આ પરિસ્થિતિને નિર્મલ સ્થિતિ કેહવાય  કે વિચારૉ વગરની સ્થિતિ આ ધ્યાનની અવસ્થા છે. 

 

આ એવી અવસ્થા છે કે જેમાં આપણી ઉપર વિશ્વ શક્તિનો વરસાદ થવા લાગે છે. 

આપણે  જેટલું ધ્યાન વધારે કરીશુ તેટલી વધારે વિશ્વ શક્તિ પ્રાપ્ત થશે.

 

ધ્યાન ની આ  રીત ને વ્યહવાર માં અનુભવ કરશો એવી અપેક્ષા સાથે 

-રાજેન્દ્રસિંહ ઝાલા 

(Master Hypnotist & Motivational Speaker) 

Ahmedabad  

ક્રાંતિકારી સરદારસિંહજી રાણા ને કોટી કોટી વંદન

Aside

ક્રાંતિકારી સરદારસિંહજી રાણા ને કોટી કોટી વંદન

ક્રાંતિકારી સરદારસિંહજી રાણા

લીંબડી રાજ ના ખોબા જેવડા અમારા ગામ કંથારિયા માં અમારા દાદા નો જન્મ સન ૧૮૭૦ ચૈત્ર સુદ નોમ – રામનવમી ના દિવસે ફૂલજીબા ના કુખે થયો હતો. કંથારિયા ની ધૂળી નિશાળ માં ભણી ને દાદા રાજકોટ ની આલ્ફ્રેડ હાઇસ્કુલ માં દાખલ થયા મહાત્મા ગાંધી અને દાદા જોડે ભણતા હતા ગાંધીજી તેમને સદુભા કહી ને બોલાવતા.

શરુ માં દાદા પેરીસ અને લંડન માં રહી ને આઝાદી ની ચળવળ ચલાવતા હતા   પોતે વકીલાત નું ભણ્યા હતા ગરીબી માં ઉછરેલા અને દેશભાવના ખુબ જ ..માટે તેના માટે આર્થિક સધ્ધર થવા માટે હીરા અને ઝવેરાત ના વ્યવસાય માં નિપુણતા મેળવી.સરદારસિંહ  ક્રાન્તીકારોના આગેવાન હતા . ભારત માં રહી ને ક્રાંતિ ચલાવતા દરેક ક્રાંતિકારી ને તે છુપી રીતે હથિયાર અને બોમ્બ પોચાડતા હતા , મદનલાલ ધીંગરા , સાવરકર , નેતાજી બોઝ  , આઝાદ ,  ભગત સિંહ ને જરૂરી બધી જ મદદ પૂરી પાડતા હતા.

Sardar_Singhji_Rana

દાદા નું માનવું હતું કે સશત્ર ક્રાંતિ કરવી હોય તો લશ્કરી તાલીમ જરૂરી છે માટે ફ્રેંચ લશ્કર માં જોડવા ની તૈયારી કરી પણ સફળતા ના મળી. દાદા નો જીવ  સ્વભાવે જ ક્રાંતિકારી અને સાહસ તથા શોર્ય તો રાજપૂત ના લોહી માં ગળથૂથી  માં મળેલા . એક રશિયન સ્ત્રી બોમ્બ કેવી રીતે બનાવવા તેનું સાહિત્ય વેચતી હતી  દાદા એ આ સાહિત્ય ૩ હઝાર પાઉન્ડ માં ખરીદી લીધું . માતૃભુમી ની આઝાદી માટે દાદા બોમ્બ બનાવતા શીખ્યા અને થોડા જ દિવસ માં નિષ્ણાંત બની ગયા . દાદા એ પેરિસમાં બાપટ અને મિર્ઝા અબ્બાસ ને શીખવાડી દીધું બોમ્બ બનાવતા અને પેરીશ થી કાયમ આ બોમ્બ અને દારૂ ગોળા ભારત માં રહી ને કામ કરતા ક્રાંતિકારીઓને પોચાડતા અને તેના થકી અનેક અંગ્રેજ અમલદારો ના કાફલા પર હુમલા કરવા માં આવ્યા . હતા . દાદા એ ૨૫ પિસ્તોલ અને બોમ્બ ગોળા નું પાર્સલ ભારત પેહલું  મોકલ્યું અને ગેરીલા લડાઈ લડી શકે તે માટે ખુલેઆમ “ઇન્ડિયન સોશિયોલોજીસ્ત ” પ્રકાશિત કર્યું . ધીંગરા એ જે રીવોલ્વોર થી કર્નલ વાયલી ની હત્યા કરી હતી તે દાદા એ તેમને ભેટ આપી હતી . આઝાદી ની લડત માં પ્રિન્ટ મીડિયા માં દાદા નો સિંહ ફાળો હતો. તેવો પેરીસ થી લંડન છુપા વેસે આવી ને ક્રાંતિકારી ચળવળ ના પ્રમુખ ની હેશિયત થી જાન ના જોખમે ગોરા ઓ સામે લડતા.

૧૮ ઓગસ્ટ , ૧૯૦૭ માં જર્મની ના સ્તુત્ગાર્દમાં યોજાયેલા બીજા આંતરરાષ્ટ્રીય મહાસભા માં દાદા એ અને મેડમ કામા એ ભારત નું પ્રતિનિધિત્વ કર્યું હતું . મહિલાઓ નો આવાઝ વિશ્વ ને વધુ સ્પર્શે એ ઉમદા હેતુ થી દાદા એ મેડમ કામા ને વક્તવ્ય રજુ કરવા ની તક આપી અહી જ ભારત નો  પ્રથમ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માં આવ્યો . દાદા ભારત આવ્યા ત્યારે બે ધ્વજ સાથે હતા તેમાંનો એક અમારા પરિવાર માં હજુ પણ છે અને બીજો દાદા એ પ્રથમ વડાપ્રધાન નેહરુ ને ભેટ આપ્યો હતો .

1503215_1426156924285732_333130804_n

(રાજેન્દ્રસિંહ -સાંસદ-ભાવનગર એ રાષ્ટ્ર ધ્વજ મોહન ભાગવતજી ને બતાવી રહ્યા છે)

બ્રિટીશ સરકારે તેમને રાજદ્રોહી ઠેરવ્યા , કંથારિયા ની તમામ મિલકત જમીન જપ્ત કરાવી પરિવાર મુશ્કેલી માં આવી ગયો પણ દાદા એ એમની  દેશ માટે આઝાદી ની ચળવળ સતત ચાલુ જ રાખી હતી તેમના ભારત આવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. પત્રવ્યહ્વાર પણ બંધ કરાવી દીધો હતો .

સરદાર સિંહ રાણા એટલે ઇતિહાસ ના એવા મહત્વ ના પાત્રો અને ઘટના સાથે સંકળાયેલા છે જેમાં જલિયાવાળા બાગ નામ નો શીખો પર આંતકવાદી ને નર પિશાચી ઘટના ને અંજામ આપનાર જનરલ ડાયર ને ઈંગ્લેન્ડ માં શહીદ ઉધમ સિંહ એ મોત ને ઘાટ ઉતાર્યો હતો. તેમાં ગન થી લઈ ને તમામ સગવડ સરદાર સિંહ રાણા એ કરી હતી,,

આઝાદ હિન્દ ફૌજ માટે નેતાજી સુભાસ ચંદ્ર બોઝ ને જર્મની માં હિટલર સાથે મુલાકાત કરવા માં સોથી વધુ હેલ્પ કરવા માં સરદાર સિંહ રાણા હતા. તેમના જીવનનો એક માત્ર ઉદેશ્ય હતો – “ભારત દેશની આઝાદી”

બનારસ માં લાલા લાજ્પત દ્વારા બનારસ સંસ્કૃત યુનિવર્ષિટી ને એ સમય માં રૂપયા એક લાખ નું દાન આપનાર સરદાર સિંહ રાણા હતા,

લીંબડી સ્ટેટ નિરવન્સ જતાં સરદાર સિંહ ને લીંબડી નું રાજ આપવા ની જાહેરત કરતાં ના કહેનાર ને ગુલામ દેશ ના રાજા બની ને જીવા કરતાં આજાદ દેશ નો મજૂર બની ને મરવું મંજૂર છે એવું કહેનાર,, સરદાર સિંહ રાણા,,

કોઈ પણ સંજોગો માં મૌન વ્રત નહીં તોડવા નું છતાં પણ એક મિત્ર મળવા આવતા મૌન વ્રત તોડી નાખ્યું … આ મિત્ર એટલે સરદાર સિંહ રાણા …..

લોર્ડ બેટન સાથે ફાઇન્લ મિટિંગ માં દેશ આઝાદ કરવા ની તારીખ મળ્યા બાદ શ્રી વલ્લભ ભાઈ એ પૂછ્યું કે આ વાત ની જાણ કોંગ્રેસ કાર્યાલય તરફ થી થસે આપ ના નામ જોગ પણ આપ કોઈ ને અંગત રીતે આ સમાચાર કહેવા માંગો છો …. તો મોહન દાસ ગાંધીજી દ્વારા પોતાના એક મિત્ર ને કહેવા માંગે છે એમ કહી ને ફ્રાંસ માં સરદાર સિંહ ને એક મિત્ર દ્વારા વાત કરવા બોલાવે છે ને પછી એ મિત્ર ને કહે છે કે તમારો સાફો કાઢી ને સરદાર સિંહ ને પહેરાવી દો એટલે એ સમજી જસે કે હું શું કહેવા માંગુ છું ….. જેવો મિત્ર દ્વારા સાફો વીતવા માં આવ્યો તરત જ સરદાર સિંહ રાણા એ કહ્યું કે દેશ આઝાદ થઈ ગયો …. જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી ખાનદાની ઓળખ સામો સાફો કે પાઘડી નથી પહેરવી એવિ સોંગદ લેનારા એટલે સરદાર સિંહ રાણા ….

દેશ ની આઝાદી બાદ ગાંધીજી ને મળવા ગયેલા ને જે ગાંધીજી એ મૌન વ્રત તોડ્યું હતું એ બે દોસ્તો એ કરેલી વાત ચિત માં …. આગળ ના સમય માં કોંગ્રેસ ને વિખેરી ને સમાજવાદ ના આધાર પર ને સમાનતા ના આધાર પર દેશ માં કાયદા ની રચના ને લોર્ડ બેટન કે ગ્રેટ બ્રિટન ગર્વમેંટ ને ફ્રી ઈન્ડિયા રૂલ એંડ લો … મુજબ બંધારણ ના અભ્યાસ માટે જે કમિટી મેમ્બર આવે તેમની વ્યંવસ્થા કરવા ની જવાબદારી સ્વીકાર નાર એટલે સરદાર સિંહ રાણા ….

Rana

159 નું ડેલિગેશન હતું જેમાં 157 લોકો નો બે વરસ નો ખર્ચ સરદાર સિંહ રાણા એ પોતાની પર લીધો હતો,, આઝાદી બાદ પ્રગતિ નો રસ્તો ખોટી દિશા તરફ જતો હતો તો સ્ક્રીય રાજનીતિ થી દૂર જતાં રહયા અને દેશ ની યાદ આવતા ભારત માં રિટર્ન આવતા રહ્યા નહેરુ દ્વારા આઝાદી નો ઇતિહાસ લખવા નું મિશન ચાલુ હતું તેમાં સરદાર સિંહ રાણા ને રૂબરૂ પૂછ્યું કે તમારા આ દેશ ની આઝાદી માટે કરેલા કાર્ય ના બનાવ ની યાત્રા ની નોંધ તમે અભિલેખાગાર ના અધ્યક્ષ ને આપો ……સરદાર સિંહ રાણા નો જવાબ હતો . જે જગ જાહેર હોય એ છાપી નાખજો બાકી મારી કઈ “ઇરછા નથી ” …

સરકારે ક્રાંતિકારીઓને પેન્શન આપવાનું નક્કી કર્યું ત્યારે એમને સારું એવું પેન્શન આપવાની સરકારે ઓફર કરી ત્યારે એમણે જવાબ આપેલો કે “મેં કોઈ બદલો મેળવવાની અપેક્ષાએ ભારતમાતાની સેવા કરી નથી. મારી પવિત્ર ફરજ સમજીને મેં દેશસેવા કરી છે માટે જે કઈ રકમ મને આપવા માંગતા હો તે ભારતના વિકાસના કામમાં વાપરજો.ભારત વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરે એટલું જ જોવાની મારી ઈચ્છા છે, જે પરમાત્મા પૂરી કરે.”

અમોને આજે ગર્વ થાય છે કે અમારી નસો માં એ ક્રાંતિકારી પરિવાર નું લોહી દોડી રહ્યું છે અને દાદા ની રાહ માં ચાલવા માટે પ્રેરણા આપે છે . તે સમયે હથિયારો ની જરૂર હતી ..ક્રાંતિ ની જરૂર હતી માટે દાદા એ કરી બતાવી અને છેલે પોતાની મોટાભાગ ની સંપતિ ભારત ની અલગ અલગ યુનીવર્સીટી માં દાન માં આપી દીધી હતી ..દાદા ચોક્કસ માનતા હતા કે શિક્ષણ જ બુલંદ  ભારત નો પાયો છે .

દાદા (સરદારસિંહ રાણા) ના ચરણો માં વંદન  સહ

દરેક રાષ્ટ્ર પ્રેમી ને

વન્દેમાતરમ …

ભારત માતા કી જય….

સમગ્ર લેખનું સંકલન કર્તા :

રાજેન્દ્રસિંહ રાણા (સાંસદ-ભાવનગર)

કિશોરસિંહ ઝાલા(જાણીતા ઈતિહાસકાર)

પ્રીથ્વીરાજ સિંહ રાણા

રાજેન્દ્રસિંહ ઝાલા

મમ્મી મારે રેતી ના ઢગલા પર મંદિર બનાવવું છે

Standard

Image

મિત્રો જય શ્રી કૃષ્ણ,

આજ ના આ સ્પર્ધાત્મક માહોલ માં બાળ માનસ પર સૌથી વધારે એટેક થઇ રહ્યો છે.  રેસ ના ઘોડા ને પણ રેસ માં દોડાવતા  પૂર્વે પુરતી તૈયારી કરાવા  માં આવે છે જયારે આજના વાલી સફળતા ની આ હોડ માં પોતાના અહંકાર ને સંતોષવા માટે ઘોડા થી પણ વધુ બત્તર બાળક પર જુલમ ગુજારે છે. જે ઉમરે રેતી ના ઢગલા પર નાનું નાનું મંદિર અને નાનું મકાન બાંધવા ની તાલાવેલી હોય છે તે જ ઉમર માં ચાર દીવાલ વચ્ચે પુસ્તકો ના બોજ તળે દબાવી દેવા માં આવે છે. 

આવા વાલી ને મારો એક વેધક  સવાલ ……….આપના ૧ થી ૯ ધોરણ સુધીની તમામ પરિક્ષા ની માર્કશીટ ની હાલ માર્કેટ માં વેલ્યુ કેટલી ? ….૧૦૦૦ રૂપિયા ? ૫ રૂપિયા ? કે મફત ની પસ્તી ? 

તો કદાચ આપના બાળક ને ૯૦ ની જગ્યા એ ૭૦ ટકા આવશે તો કયો પહાડ તૂટી પડશે ? 

આજે બાળક નહિ પણ જાણે વાલી ભણી રહ્યા હોય શાળા માં એવું લાગે છે ……. શાળા માં પરિણામ ના દિવસે  દરવાજા ની આગળ વાલી ઓ ટોળે વળી ને પરિણામ ની ચર્ચા કરતા હોય છે , હકીકત માં તે લોકો બાળક ના પરિણામ કરતા પોતાના અહંકાર ને વધુ પ્રાધાન્ય આપે છે …અને જે બાળક નું પરિણામ ખુબ સારું આવ્યું છે તેની માતા ફુગ્ગા ની જેમ ૫ કી.ગ્રા. હવા ભરી ને ઉછળે છે  અને જે માતા ના બાળક નું પરિણામ ઓછું છે તેની માતા નો અહંકાર ઘવાય છે દુખી થાય છે અને બધું દુખ ઘરે પોહાચતા ની સાથે જ બાળક પર ઠલવાય છે …….. અમારા જમાના માં આવું ના હતું…!!! તારી પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા ? અને તે શું પરિણામ આપ્યું ? 

આવા મુર્ખ વાલી ઓ (માફ કરજો થોડી સખતાઈ વાપરું છું ) અને ધંધાદારી શાળા ઓ મળી ને બાળક નો રકાસ કાઢી નાખે છે …તમારું બાળક એ કઈ ઘાણી નો બળદ નથી …આ લેખ વાચતા તમામ વાલી ને એક સવાલ શું સારી લાઈફ જીવવા માટે સારા ટકા જરૂરી છે ? કે જીવન ઘડતર સાથે નું ભણતર ? 

હમણાં જ ગુજરાત સમાચાર માં બહુ જ સરસ એક સર્વે હતો કે આઈ.ટી માં કામ કરતા લોકો સૌથી વધુ માનસિક રોગ થી પીડાય છે અને તેમના પારિવારિક સંબંધો પણ વણસેલા હોય છે તો …..આવું ભણતર શું કામ નું હે ? 

આજનો યુગ સ્પર્ધાત્મક યુગ છે. નાના મોટા સહુ નંબર ગેઇમનો શિકાર છે. બધાંએ પોતાની જાતને બીજાની નજરોમાં સાબિત કરવી છે.

“પોતે શું છીએ?” એના કરતાં બીજા આપણે માટે શું માને છે, એનું આપણે વધારે મહત્વ આંકીએ છીએ. આપણે આપણી શકિત, ક્ષમતા, પરિસ્થિતિ કે જરુરીઆતનો વિચાર કર્યા વગર બીજાઓ આપણી પાસે શી અપેક્ષા રાખે છે, તેનો વિચાર કરીએ છીએ, આપણે ઘણી વાર આપણું ધ્યેય નકકી કરવા માટે અથવા આયોજન નકકી કરવા માટે બીજાઓની અપેક્ષા શી છે તે વિચારીએ છીએ. સમાજના માપદંડો શા છે તે વિચારીએ છીએ. આપણી ક્ષમતા કે આપણી ઇચ્છા શી છે તે વિચારતાં નથી. 

કેટલીક વાર તો માત્ર દેખાદેખી અને ઇર્ષાથી મારે પણ આમ કરવું જોઇએ એને આટલી પ્રસિદ્ધિ મળી તા મને પણ મળવી જોઇએ જેવા વિચારોથી આપણે પીડાતા હોઇએ છીએ. આવા વિચારો આપણાં દુખનું એક મહત્વનું કારણ છે. આપણાં આયોજન, ધ્યેય અને મહત્વાકાંક્ષાઓ ઉંચાં અને આપણી ક્ષમતાઓ અને સવલતો ઓછી હોવાને કારણે જે નિષ્ફળતા મળે છે, એની તાણ આપણે જીવનભર ભોગવીએ છીએ.

બાળકોને હંમેશા અહેસાસ અપાવો કે તમે તેમની સાથે જ છો., ફક્ત બાળપણમાં જ નહી પરંતુ જીવનના દરેક સંબંધમા આ સાથ હિમંત અને પ્રેમનુ કારણ બને છે. કિશોરાવસ્થામાં શરૂઆતના સમયમાં આજકાલ ડિપ્રેશન થવુ સામાન્ય વાત થઈ ગઈ છે. રોજ છાપામાં બાળકોની આત્મહત્યાની સમાચાર છપાતા રહે છે. આવા મુશ્કેલ સમયમાં બાળકોને ઘરના સભ્યોની નિકટ લાવવાની કોશિશ કરો. પરિવારનો સાથ તેમને માનસિક અને શારીરિક સ્તર પર મજબૂત બનાવે છે. આ ઉપરાંત જીંદગીની દરેક મુશ્કેલીનો હિમંતપૂર્વક સામનો કરવાની હિમંત પણ આપે છે.

આજના આ મંગલમય વિચાર સાથે આપ સર્વ નું જીવન પણ મંગલમય બને અને આપના જીવન માં ખુશી નો અવિરત પ્રવાહ વેહતો રહે તે જ પ્રાર્થના હરી શામળાજી પાસે ..

રાજેન્દ્રસિંહ ઝાલા ના 

જય શ્રી કૃષ્ણ 

જય માતાજી 

જય ભગવાન 

સબ કા મંગલ હો 

સબ કા કલ્યાણ હો ….♥♥♥♥

હસતું રમતું રહે બાળપણ

Standard
Image
 
ડીસ્લેકસ્યા …. આ બિમારીનું નામ આમીર ખાન ની “તારે જમીન પર ” થકી જાણીતું છે . 
આજે સોસાયટી માં આ બિમારી નું પ્રમાણ કુદકે ને ભૂસકે વધી રહ્યું છે . 
એ ફિલ્મમાં ડિસ્લેક્સિક બાળક વિશે દર્શાવવામાં આવ્યું હતું. 
ડિસ્લેક્સિયા એક બીમારી છે જેમાં બાળકો પાઠયપુસ્તકોમાં શબ્દો જોઈને એનો અર્થ નથી કાઢી શકતા. 
આ બાળકો પણ ખૂબ ટેલેન્ટેડ હોય છે, માત્ર તેમને આ સમસ્યા નડતી હોય છે. 

ડિસેલેક્સિયાગ્રસ્ત બાળકોમાં જોવા મળતા લક્ષણો …..

વાંચવામાં બહુ જ ધીમા હોય છે
વાંચેલી હકીકતનું અર્થઘટન કરવામાં વધુ સમય લે છે
ઊંધુ વાંચે છે
સીધી લીટીમાં લખી શકતા નથી
લખવામાં ખૂબ ધીમા હોય છે
વાંચન-લેખનમાં વિરામ ચિહ્નોની અવગણના કરે છે
લખવામાં છેક-છાક બહુ જ થાય છે
તેઓનું દિશા જ્ઞાન નબળું હોય છે
ગાણિતિક તર્કમાં નબળા હોય છે
લાંબા જવાબ લખી શકતા નથી

બાળક માં એક પ્રકાર નો ડર બેસી જાય છે . આ ડર માં-બાપ , શાળા , શિક્ષકો કે મિત્રો થકી આવતો હોય છે 
હરીફાઈ ની આંધળી દોટ અને 21મી સદી ની આગે કુચ માં માં-બાપ ક્યાંક ને ક્યાંક બાળક ને રેસ નો ઘોડો સમજતા હોય છે 
અને તેનું બાળપણ રૂંધી નાખે છે ..એમાંના મોટા ભાગ ના બાળકો આવી બીમારી નો શિકાર બનતા હોય છે .

પશ્ચિમના દેશોમાં સવાસો વર્ષોથી ડિસ્લેકસ્ટિયાની જાણકારી છે અને છેલ્લાં કેટલાક દશકાઓથી આવા બાળકો ઉપર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે ત્યારે આપણા શિક્ષકોએ પણ આ ખામી ધરાવતા બાળકોને ‘ઢ’ કે ‘ઠોઠ’ જેવા વિશેષણ નહીં આપતાં વિશેષ ધ્યાન આપવું જરૂરી છે . 

આજે ગુજરાત ની જ વાત કરું તો આ બીમારી નું પ્રમાણ 25% થી વધુ પોહચ્યું છે . 
આ બીમારી નો ઈલાજ કોઈ ટેબ્લેટ કે કોઈ ટોનિક નથી 
આનો ઈલાજ માત્ર અને માત્ર સમજણ ભર્યું Counselling છે . 
આવા બાળકોમાં એક ચોક્કસ પ્રકાર ની શક્તિઓ હોય છે જેને શોધીને બહાર લાવવામાં આવે છે .

અમારી ટીમ આવા બાળકો નો સૌ પ્રથમ બ્રેઈન રિપોર્ટ બનાવે છે અને પછી તેવા બાળક નું અને તેના માતા-પિતા નું Counselling કરવામાં આવે છે . ઈશ્વર કૃપા થી ઘણા સારા સકારાત્મક પરિણામો અમોને પ્રાપ્ત થયા છે . અને ઘણા બાળકો આવી બીમારી ની નઝીક હતા તેવોને આ બીમારી થી દુર કરાયા છે . 

“પુરા ભારત માં આપના ધ્યાન માં આવા બાળકો નઝરે પડે તો અમોને જાણ કરજો 
અમો આવા ડીસ્લેકસ્યા ગ્રસ્ત બાળક નો તદન મફત (Free) માં રિપોર્ટ કરી આપીશું 
અને યોગ્ય માર્ગદર્શન થકી ફરી એ બાળક ને હસતું ..ખેલતું બનાવીશું 
અને આપ આ સામાજિક અભિયાન નો હિસ્સો બની ને આંગળી ચિંધ્યા નું પુણ્ય કમાજો ” 

આવા બાળકોની ખામીને બદલે તેમનામાં રહેલી અન્ય ખૂબીઓને વિકસાવવામાં આવે છે . 
થોમસ આલ્વા એડિસન, વિન્સ્ટન ચર્ચિલ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, હાન્સ એન્ડરસન, 
લિયોનાર્ડો-દ-વિન્સી, બેન્જામીન ફ્રેંકલીન વિ. ડિસેલેક્સિયાથી ભણતા હતા. 
પરંતુ તેમને પોતાની અન્ય ક્ષેત્રની આગવી પ્રતિભા વિકસાવવાની તક મળી 
આવીજ તક આપણા બાળકોને મળવી જોઈએ . 

અમારો સંપર્ક આપ perfectbrainanalysis@gmail.com પર કરી શકો છો . 
વધુ વિગત માટે આપ અમારા ફેસબુકના પેજ ની મુલાકાત લઇ શકો છો તેની લીંક આપી છે . 

www.facebook.com/PerfectBrainAnalysis 

“પ્રભુ એ મને જે જ્ઞાન આપ્યું છે તે પ્રભુ ના કામ માં વાપરું છું “

આ પોસ્ટને આપના ગ્રુપ અને અન્ય મિત્રો સાથે Share કરો જેથી મહતમ આવા બાળકો સુધી અને વાલીઓ સુધી આ સંદેશ પોહચે . 

આભાર 

રાજેન્દ્રસિંહ ઝાલા 
અને 
ટીમ-પરફેક્ટ બ્રેઈન એનાલીસીસ